History Of Temple



ઇડર દિ.જૈન પ્રાચીન મંદિરનો ઇતિહાસ



               ઇડર પ્રાચીન નગરી છે.હુમડ સમાજનું ઉત્ત્પત્તિ સ્થાન છે.પહેલા ઇડરમાં 1000 પરિવાર હુમડ સમાજના હતા,મોગલોના આક્રમણથી 800 પરિવાર રાજસ્થાન,એમ.પી,મહારાષ્ટ્રમાં જઇને વસ્યા. ત્યાં ધંધા-રોજગાર કર્યા.હાલમાં ઈડરમાં 250 પરિવાર વસે છે.બધા સુખી-સંપન્ન છે,શિક્ષણક્ષેત્રે પણ આગળ છે.ઇડરમાં 500 થી 700 વર્ષ પ્રાચીન મંદિરો છે.ઇડર ગઢ રૂષભદેવગીરી પર આદિનાથ ભગવાનનું 12મી સદીનું તથા શહેરમાં સંભવનાથ ભગવાનનું મંદિર છે.શ્રી આદીનાથ તથા પાર્શ્વનાથ ભગવાનના મંદિરો 15મી સદીમાં ભટ્ટારક મહારાજે બંધાવેલ છે.ઇડરમાં મહાન ભટ્ટારક શ્રીસકલકીર્તી મહારાજની ગાદી હતી.રાજા-મહારાજાઓ તેમનું સન્માન કરતા હતા.તેમણે બધા મંદિરોની તથા સમાજની સુરક્ષા કરી હતી. સંભવનાથ મંદિરની બાજુમાં સુંદર ધર્મશાળા છે,રહેવાની સગવડ છે.સંભવનાથ ભગવાનની પ્રતિમા ચતુર્થકાલીન અતિશયયુક્ત છે.મનોકામના સિદ્ધિપ્રદાયક છે.શ્રી શાંતિનાથ તથા અનંતનાથ ભગવાન તથા 12મી સદીના અતિશયયુક્ત પદમાવતીદેવી ખેડબ્રહ્માની નદીમાંથી મળી આવેલ હતી તે બિરાજમાન કરેલ છે,વડાલીથી 27પ્રતિમા ભુગર્ભમાંથી મળેલ જે શ્રી આદિનાથ મંદિરમાં બિરાજમાન કરેલ છે. ઇડરગઢ ઉપર સુંદર માનસ્તંભ બનાવેલ છે.શ્રી પાર્શ્વનાથ મંદિરમાં પ્રાચીન હસ્તલેખીત ગ્રંથાલય છે.શ્રીમદ રાજચંદ્ર આ મંદિરમાં દ્રવ્યસંગ્રહ,સમયસાર,આદિપુરાણનું વાંચન કરવા આવતા હતા.ઇડર દર્શનાર્થ પધારવા વિનંતી.અહિયાં આચાર્યશ્રી શાંતિસાગરજી મહારાજ(દ્ક્ષિણ)વાળાએ ચાતુર્માસ કરેલ.ઇડર આજુબાજુ ચિંતામણી પાર્શ્વનાથ 30 કી.મી, દેવપુરી પાર્શ્વનાથ 30 કી.મી, તારંગાજી સિદ્ધક્ષેત્ર 50 કી.મી આવેલ છે.ઇડર આવવા માટે અમદાવાદથી 110 કી.મી, આબુરોડથી 110 કી.મી તથા કેસરીયાજી 110 કી.મી થાય છે.

No comments:

Post a Comment